2 February 2015


હા, દોસ્તો,
તમારો ફોન પણ માઉસ અને કીબોર્ડનું કામ આપી શકે છે.
હું પીસીમાં ટાઈપ કરું અને ફોનમાં ટાઈપ થાય તો કેવું સારું?
આવો સવાલ થયો....અને જવાબ ઉલટો મળ્યો....હા, બંધુઓ ભગિનીઓ દર વખતે જોઈએ તેવોજ જ જવાબ મળે તેવું કહી શકાય નહિ. પણ મને ઉલટો જવાબ મળ્યો તેમાં પણ મજા આવી. થયું કે લાવને આ વાત ગુજનેટના માધ્યમથી શેર કરું.
ફોનમાં ટચસ્ક્રીન પર આંગળી ફેરવો એટલે તમારા પીસીના માઉસનું કામ થાય. માઉસનું તમામ કામ ફોનની ટચસ્ક્રીન કરી આપે. અરે અંગ્રેજી ટાઈપ પણ કરો એટલે પીસીમાં ટાઈપ થાય.
તમારા પીસીમાં બ્લ્યુટુથ હોવું અનિવાર્ય છે, અથવા વાઈફાઈ કનેક્શન હોય તો પણ ચાલે.
 સૌ પ્રથમ એપ્સ ડાઉનલોડ કરી તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરો.
પછી નીચે આપેલ લિંક પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરી, તેને અનજીપ કરો. 
તેના પર ડબ્બલ ક્લિક કરો.
ફોનનું બ્લ્યુટુથ શરુ કરો.
પીસીનું બ્લ્યુટુથ શરુ કરો.
તમારા ફોનમાં એપ્લીકેશન શરુ કરો.
ફોનમાં બ્લ્યુટુથ આવશે તેન પર ક્લિક કરો.
તમારા પીસીનું બ્લ્યુટુથ સ્કેન થશે. તેના પર ક્લિક કરો.
બસ, તમારો ફોન હવે માઉસનું અને કીબોર્ડનું કામ આપશે.