ગુજરાત
સરકાર દ્વારા પંચાયત ક્ષેત્રના તલાટી મંત્રીઓની ખાલી જગ્યા ભરવા દરેક
જિલ્લા પંચાયતમાંથી વિગતો માગવામાં આવેલ. તેના આધારે ૨૪૪૦ નવા તલાટીઓની
ભરતી કરવા માટે સરકારે નિર્ણય કર્યો છે. ટૂંક સમયમાં જ પરીક્ષા લેવા સહિતની
ભરતી પ્રક્રિયા શરૂ થશે. નજીકના દિવસોમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ
દ્વારા પ્રસિદ્ધ થનાર જાહેરાતમાં ઉમેદવારની લાયકાત અને પરીક્ષા પદ્ધતિ
સહિતની વિગતો દર્શાવવામાં આવશે. નિમણૂક મેળવનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ
ફીકસ પગાર અને ત્યાર પછી પુરો પગાર આપવામાં આવશે.