10 July 2014

ભાષાનાં ટેટ- ૨ પાસ ઉમેદવારો દ્વારા ભરતીની માંગ સાથે આવેદનપત્ર

ઉમેદવારો દ્વારા ચોથી વખત રજુઆત : સરકાર બાંહેધરી આપીને ભુલી જાય છે : ઉમેદવારો


ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર, રાજય શિ ાણ બોર્ડ દ્વારા ધોરણ ૬થી ૮નાં શિ ાકોની ભરતીમાં ટેટ પાસ ભાષાનાં ઉમેદવારોની છેલ્લા ઘણા સમયથી ભરતી ન થતા ઉમેદવારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ભાષાનાં ઉમેદવારો દ્વારા ભરતી માટે શિ ાણમંત્રી તથા શિ ાણ વિભાગને વારવાર રજુઆતો કરવામાં આવી છે. પરંતુ ભરતી માટે કોઇ પગલા ન લેવાતા મંગળવારે સતત ચોથી વખત આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

ભાષાનાં ટેટ પાસ ઉમેદવારોએ સેકટર ૬ની સત્યાગ્રહ છાવણી ખાતે ભરતીની માંગ સાથે દેખાવો કર્યા હતા.
વિધાનસભાનું સત્ર ચાલુ થવાની સાથે ગાંધીનગર સેકટર ૬ ખાતેની સત્યાગ્રહ છાવણી ખાતે ગરમાવો આવી ગયો છે. રાજયમાંથી જુદા જુદા ઉમેદવારો તથા કર્મચારીઓ પોતાની માંગણીઓ સરકાર સુધી પહોચાડવા આવવા લાગ્યા છે. સોમવારે સીપીએડ તથા ફાર્માસિસ્ટ સત્યાગ્રહ છાવણી ખાતે ઉમટી પડ્યા બાદ મંગળવારે ધોરણ ૬થી ૮ ભાષાનાં ટેટ પાસ ઉમેદવારો ભરતીની માગણી સાથે ઉમટી પડયા હતા. ઉમેદવારોનું કહેવુ છે કે સરકારનાં શિ ાણ વિભાગ દ્વારા શિ ાકોની ભરતી માટે ટેટની પરી ાાઓ છાશવારે યોજવામાં આવે છે.
પરંતુ પરી ાા પત્યા બાદ ટેટ પાસ ઉમેદવારની ભરતીનું નામ નથી લેતી. જેમાં ખાસ કરીને ભાષા વિષયનાં તથા સામાજીક વિજ્ઞાન વિષયનાં ઉમેદવારોની છેલ્લા ઘણા સમયથી ભરતી કરવામાં આવી નથી. ઉમેદવારો દ્વારા લોકસભાની ચુંટણી પહેલાનાં દિવસોમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન કરીને ભરતીની માંગ કરી હતી. પરંતુ સરકાર ચુંટણી પત્યા બાદ યોગ્ય પગલા લેવાની બાંહેધરી આપી હતી. પરંતુ ચુંટણી પત્યા બાદ પણ આ દિશામાં કોઇ પગલા ન લેવાતા ઉમેદવારો સરકારને યાદ કરાવવા ગાંધીનગર તરફ આવી રાા છે.
જો કે ભાષાનાં ઉમેદવારો આગામી દિવસોમાં ૩ વખત આ બાબતને લઇને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી ચુકયા છે. જેમાં વહેલી તકે ભરતી કરવાની બાંહેધરી અપાઇ હતી. પરંતુ ભરતી ન કરાતા ફરી મંગળવારે ઉમેદવારો રજુઆત કરવા પહોરયા હતા. જેમાં શિ ાણ મુજબ ફરી એક વખત વહેલી તકે ભરતી કરવાની બાંહેધરી આપી છે