4 August 2014

TET-2 RESULT

રાજય પરીક્ષા બોર્ડ દ્વારા જુલાઇ મહિનામાં લેવાયેલી ટીચર એપીટીયુંડ ટેસ્ટ (ટાટ-૨)નું એકંદરે ૨૦ ટકા જેટલું નીચું પરીણામ જાહેર થયું છે. ટાટમાં અંગ્રેજીનું ૪.૫૦ ટકા, સામાજીક વિજ્ઞાાનનું ૧૮.૦૯ ટકા અને ગણિત-વિજ્ઞાાનનું ૪૧ ટકા પરીણામ આવ્યું છે. શિક્ષક બનવા માટેની પરીક્ષામાં મોટાભાગના શિક્ષકો જ નાપાસ થયાં છે. ધોરણ ૬થી૮માં શિક્ષકોની ભરતી માટે ગત તા. ૨૦મી જુલાઇના રોજ રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટની પરીક્ષા રાજયભરમાં લેવામાં આવી હતી. આ પરીક્ષામાં એક લાખ નેવું હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.ટાટમાં અગ્રેજી, સામાજીક વિક્ષાન અને ગણિત અને વિજ્ઞાાન વિષયોનો સમાવેશ થયો છે. પરીક્ષામાં અંગ્રેજી સહિતની ભાષામાં ૧.૧૦ લાખ વિદ્યાર્થીઓ, સામાજીક વિજ્ઞાાનમાં ૫૦ હજારથી વધુ વિદ્યાર્થી અને ગણિત અને વિજ્ઞાાનમાં ૧૬ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોધાયંા હતા. ટાટની પરીક્ષામાં એક લાખ નેવું હજાર ઉમેદવાર પૈકી ૨૦ ટકા જ ઉમેદવારો પાસ થયાં છે.
સૌથી નીચું પરીણામ અંગ્રેજી વિષયનું ૪.૫૦ ટકા આવ્યું છે. તા. ૨૦મી જુલાઇના રોજ લેવાયેલી ટાટની પરીક્ષામાં ૧૫૦ ગુણની પરીક્ષા લેવામાં આવી હતી. અંગ્રેજીમાં ભાષાના વિષયોના કારણે ઉમેદવારો મોટી સંખ્યામાં નાપાસ થયા હોવાનું મનાઇ રહયું છે.અંગ્રેજી વિષયનું પરીણામ નિચું આવતા મેરીટ પણ નિચું આવશે. પરીણાન નિચું આવતા ઉમેદવારોમાં પણ રોષ ફેલાયો છે.