12 June 2014

નરેન્દ્ર મોદીની સરકારે સમયમર્યાદા નક્કી કરી લીધી છે પંચ સાથે જોડાયેલા અધિકારીઓની નિમણૂંક કરી દેવાશે નવી દિલ્હી,તા. ૧૧:કેન્દ્રિય કર્મચારીઓને સાતમાં પગારપંચના લાભ સમયસર મળે તે માટે નરેન્દ્ર મોદી સરકારે કમર કસી લીધી છે. આના માટે મોદી સરકારે સમયમર્યાદા પણ નક્કી કરી લીધી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ આગામી ૧૫ દિવસની અંદર જ આ દિશામાં કામ શરૂ થઇ જશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે કહ્યું છે કે ૧૫ દિવસની અંદર પંચ સાથે જોડાયેલા અદિકારીઓની નિમણૂંક કરી દેવામાં આવશે. તેમને કામકાજ કરવા માટે તમામ સંશાધન ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે યુપીએ સરકારે તેના કાર્યકાળના છેલ્લા દિવસો દરમિયાન સાતમાં વેતન પંચની રચનાને લીલીઝંડી આપી હતી. પરંતુ ત્યારબાદથી પંચની રચનાની પ્રક્રિયા શરૂ થઇ શકી નથી. સુત્રોએ કહ્યું છે કે સરકાર વાસ્તવમાં એનડીએ સરકારની અગાઉની ભુલોનુ પુનરાવર્તન કરવા તૈયાર નથી. અટલ બિહારી વાજપેયી સરકારના ગાળામાં છટ્ઠા વેતન પંચની ભલામણોને અમલી કરવામાં વિલંબ થઇ ગયો હતો જેથી ચૂંટણીમાં પક્ષને ભારે નુકસાન થયું હતુ. વેતન પંચનો લાભ આશરે ૫૦ લાખ કેન્દ્રિય કર્મચારીઓને મળે છે. વેતન પંચની ભલામણોને અમલી બનાવી દેવામાં આવ્યા બાદ રાજ્ય સરકારો પણ આ જ રીતે પોતાના કર્મચારીઓને પગારમાં લાભ આપે છે.આવી સ્થિતીમાં આની વ્યાપક અસર થાય છે. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર સારા ગવર્ન્સ માટે અધિકારીઓને વધુ પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમને સમયસર કામ કરવા માટે કહી રહ્યા છે. કેટલાક અધિકારી એવા પણ છે જે લીકથી દુર થઇને કામ કરવામાં ખચકાટ અનુભવ કરી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ તરફથી અનેક વાર સુચના આપવામાં આનવી હોવા છતાં કેટલાક આઇએએસ અધિકારી ખાસ અને સારા સંચાલન માટે આયોજિત ટ્રેનિંગ કેમ્પમાં જઇ રહ્યા નથી. આ ટ્રેનિંગનુ આયોજન મસુરીમાં લાલ બહાદુર શાષાી એકેડમીમાં થનાર છે. માત્ર ૪૯ અધિકારીઓ આમાં ભાગ લેવા માટે તૈયાર થયા છે.બાકીના અધિકારીઓ તૈયાર થઇ રહ્યા નથી