ધોરણ 10નું પરિણામ જાહેર, રાજ્યનું કુલ પરિણામ 63.85 ટકા
- વિદ્યાર્થીનીઓ 71.85 ટકા પરિણામ સાથે મોખરે
ધોરણ - 12 સાયન્સ, કોમર્સ અને હવે ધોરણ-10માં પણ વિદ્યાર્થિનીઓએ ફરી બાજી મારતા ઉંચુ પરિણામ - 71.85 %
- ધોરણ - 12 સાયન્સ, કોમર્સ અને હવે ધોરણ-10માં પણ વિદ્યાર્થીઓનું સતત ઓછુ પરિણામ - 59.26 %
- ધોરણ 10 અંગ્રેજી માધ્યમનું પરિણામ 88.42 % રહ્યુ છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 62.80% રહ્યું છે.
- રાજ્યના આંબલિયારા કેન્દ્રનું સૌથી વધુ 98.71 % પરિણામ આવ્યુ હતુ
જ્યારે સૌથી ઓછુ પરિણામ જામનગર જીલ્લાનુ 50 %, નિવાલદા કેન્દ્રમાં સૌથી ઓછુ
14.18 % રહ્યું હતું.