16 April 2014

16/04/2014



ix9` jgtma> iDg/I ho[ to j w`avI xkay?

ધો.૭ ભણેલા કાકા ફૂટપાથ પર વિદ્યાર્થીઓને ભણાવે છે

- ૧૫ વર્ષ પહેલા શરૃ કરેલા આ યજ્ઞામાં અત્યારે ઘણા યંગસ્ટર્સ પણ જોડાયા

- ૨૦ દીકરીઓ ભણીને ગ્રેજ્યુએટ થઈ છે

વાલીઓ પોતાના સંતાનને  સારુ એજ્યુકેશન મળી રહે તે માટે ઈગ્લિશ મીડિયમમાં મુકવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે પણ સામાન્ય વર્ગના માણસો માટે બાળકોને  ઇંગ્લિશ મીડિયમ તો દૂરની વાત રહી પણ સ્કૂલની ફી ભરવાના ફાંફાં છે. આવા બાળકોને આંબાવાડી  ફૂટપાથ પર ફ્રીમાં ભણાવવાનું  કામ ૬૮ વર્ષના  કમલભાઈ છેલ્લા ૧૫ વર્ષથી કરી રહ્યા છે.
 
કમલભાઇએ શરૃઆતમાં બાળકોને ભણાવવાનું બિડુ એકલા હાથે લીધુ. આંબેડકર જયંતિના દિવસે ખાનગી કંપની દ્વારા તેમના આ કામને બિરદાવવાનું અને બાળકોને સ્કૂલબેગ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અંગે કમલભાઈ કહે છે કે મ્યુનિસિપલની સ્કૂલના બાળકોને ઉભા રાખી જયારે મેં તેમને વાંચવાનું કહ્યું ત્યારે તેમને ન તો વાંચતા આવડતુ હતુ કે ન તો લખતા. મેં સ્લમના બાળકોને ફુટપાથ પર  ભણાવવાનુ નક્કી કર્યુ. મારા આ શિક્ષણયજ્ઞા ૧૫ વર્ષ પુરા કરી ચુક્યો છે.

૨૦ દીકરીઓ ભણીને ગ્રેજ્યુએટ થઈ છે
કલમભાઈ કહે છે કે મારી પાસેથી અક્ષરજ્ઞાન લઈને ગ્રેજ્યુએટ થયેલી ૨૦ દિકરીઓ છે.જે આજે ઉચ્ચ અભ્યાસ કરી રહી છે.જયારે આ દિકરીઓ  મળે છે ત્યારે મને ખુબ આનંદ થાય છે.આ સિવાય ૨૦ જેટલી અન્ય દિકરીઓ છે આ વર્ષે ગ્રેજ્યુએટ થવાની છે.

ફુટપાથ પર ભણીને  ૧૦ ધો.માં ૯૦ ટકા લાવ્યો
આજે વાલીઓ સંતાન૧૦મા ધોરણમા આવતા જ તેને સારી સ્કુલમા અને ટયુશનના મુકી દેતા હોય છે.તેમ છતા તે સારા માકર્સ લાવવામા ફેલ થતો હોય છે.પણ કમલભાઈની નેતૃત્વ હેઠળ રાહુલ મુછડીયા નામનો સ્ટુડન્ટસ ૧૦મા ધોરણમા ૯૦ ટકા લાવવામા સફળતા મેળવી શક્યો હતો.તેના ભાઈ જે હાલ ડી.ડી.આઈ.ટીમા ભણી રહ્યો છે. તે પણ કલમભાઈની પાસે શિક્ષા લઈ ૧૦મા ૮૫ ટકા લાવવામા સફળતા મળવી હતી.